Rain alert in Gujarat: ગુજરાત પર એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે આગામી સquin ભારે વરસાદની હાઈ ઍલર્ટ આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન સમગ્ર રાજ્યમાંથી પસાર થઈ રહી હોવાના કારણે આગામી 24 years કટોકટીભર્યા બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.
‘રેડ ઍલર્ટ’
હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતાંહવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ‘ઑરેન્જ અને યલો ઍલર્ટ’
બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરુચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને ઍલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી
અમદાવાદમાં પણ પવનના સુસવાટા અને કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.