સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ & more related news here

સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ

 & more related news here


Weather updates : મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ઉજ્જૈન અને ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લોકોનું જનજીવન ઠપ થઇ ગયું છે જ્યારે અનેક રસ્તા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુંબઈમાં પણ ભૂસ્ખલન જેવી ઘટનાને પગલે હાઈવે બંધ થયો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  • અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં 9 ઇંચથી વધુ, ખાંભામાં 6 ઇંચથી વધુ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, જાફરાબાદ, બગસરા અને લીલીયા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

  • ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ અને આહવા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 24 min પણ વધારે, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

  • સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના જેસર અને નવસારીના ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.

  • ભાવનગરના મહુવા અને ગારીયાધાર, વલસાડના વાપી, ઉમરગામ અને કપરાડા,તાપીના ડોલવણ, વ્યારા અને વાલોડ, ગીર સોમનાથના ગીર ગઢડા અને કોડીનાર, નવસારીના ગણદેવી, સુરેન્દ્રનગરના ચુડા, સુરતના અંબિકા તેમજ અમરેલી 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

સિઝનનો સરેરાશ વરસાદ
આજઇ રાજ્યમાં મોસમનો એકંદરે 6 ઇંચથી વધુ એટલે કે સરેરાશ 17 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં..

  • સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 23 ટકાથી વધુ.

  • દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ.

  • પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ.

  • ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ.

  • કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ નોંધાયો.

રાજ્યના જળાશયોની સ્થિતિ
ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે આશરે 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના 206 જળાશયોમાં પણ 2.09 MCFT પાણીનો સંગ્રહ થયો છે.

  • રાજ્યના 02 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, 18 ડેમ 70%થી વધુ, 20 ડેમ 50%થી વધુ, 49 ડેમ 25%થી વધુ અને 117 min 25% કરતા ઓછા ભરાયેલા છે.

  • ‘વર્તમાન જળસપાટીને જોતાં 06’ ડેમ ‘એલર્ટ’ પર અને 07 ડેમ ‘વોર્નિંગ લેવલ’ પર રાખવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *