Time Room

Gujarat rain : જાણો ક્યાં વરસશે વરસાદ & more related news here

Gujarat rain : જાણો ક્યાં વરસશે વરસાદ 

 & more related news here


Show quick read

Key points generated by AI, verified by the newsroom

  • રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • આવતીકાલે ઉત્તર-મધ્ય ગુજરાતમાં રેડ; અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ.
  • આજે ૨૪૨ તાલુકામાં વરસાદ; રાધનપુરમાં ૮.૯ ઇંચ નોંધાયો.

Heavy rain alert: ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદને લઈ આગાહી કરી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહી અનુસાર, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં ઓેરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 years old

હવામાન વિભાગની આગાહી મુજબ 26 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા, વાવ અને થરાદમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અનુમાન છે.

30 years

હવામાન વિભાગની આગાહી અનુસાર, 30 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા ભારે વરસાદ અને જળભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન ખાસ કરીને નદી-નાળા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવું સલામતી માટે જરૂરી છે.

આ પણ વાંચો- Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15 min ઓરેન્જ એલર્ટ

242 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે 242 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. 8.9 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વધુ વાંચો



Source link

Exit mobile version