Time Room

Jaya Prada The story from stardom to fear of prison: the unsolved mysteries of Jaya Prada’s life | Gujarat News & more related news here

Jaya Prada The story from stardom to fear of prison: the unsolved mysteries of Jaya Prada’s life | Gujarat News

 & more related news here


જયા પ્રદા બોલીવુડ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાંથી એક છે, જેમનું જીવન ફિલ્મો કરતા વધુ રસપ્રદ રહ્યું છે. આજે 3 એપ્રિલના રોજ તેઓ પોતાનો 67 min ઉજવી રહ્યા છે. તેમણે પોતાની મહેનત અને પ્રતિભાથી અનેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે. તેમની સ્ટોરી માત્ર સ્ટાર બનવાની નથી, પરંતુ સંઘર્ષ, શીખવા અને દરેક વખતે પોતાને વધુ સારી બનાવવાની પણ છે. શાળાના એક નાના ડાન્સ પરફોર્મન્સથી શરૂ થયેલી આ સફરે તેમનું જીવન બદલી નાખ્યું. ફિલ્મોની સાથે તેમની પર્સનલ અને પોલિટિકલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી છે.

શાળાના કાર્યક્રમથી નસીબ પલટાયું

શાળાના એક ફંક્શનમાં એક ડાન્સે જયા પ્રદાનું નસીબ બદલી નાખ્યું. ત્યાં હાજર એક ફિલ્મ ડાયરેક્ટર તેમના પરફોર્મન્સથી એટલા પ્રભાવિત થયા કે તેમને તરત જ ફિલ્મમાં તક આપી દીધી. જ્યારે જયા પ્રદાએ બોલીવુડમાં ડગ માંડ્યા, ત્યારે તેમને હિન્દી બરાબર આવડતું નહોતું. શરૂઆતમાં તેઓ ડાયલોગ્સ યાદ રાખીને બોલતા હતા, પરંતુ બાદમાં તેમણે મહેનત કરીને હિન્દી શીખ્યું અને પોતાને સાબિત કરી.

અસલી નામ અને વિવિધ ભાષાઓમાં પ્રભુત્વ

જયા પ્રદાએ અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં તેમણે એકસાથે કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે જયા પ્રદાનું અસલી નામ લલિતા રાણી હતું. ફિલ્મોમાં આવ્યા બાદ તેમનું નામ બદલવામાં આવ્યું હતું, જેથી તે વધુ આકર્ષક અને સરળ લાગે. પોતાની કારકિર્દીના સુવર્ણ સમયમાં જયા પ્રદા એકસાથે અનેક ફિલ્મોનું શૂટિંગ કરતા હતા. તેઓ અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે એક સમયે તેમની પાસે ડઝનબંધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા.

અંગત જીવન અને કાયદાકીય પડકારો

જયા પ્રદાએ પરિણીત શ્રીકાંત નાહટા સાથે લગ્ન ” અને એકલતા સહન કરવી પડી હતી, તેમજ પોતાનું સંતાન ન હોવાથી તેમણે બહેનના દીકરાને દત્તક લીધો હતો. રાજકારણમાં પોતાના જ પક્ષના લોકો દ્વારા ચરિત્ર હનન અને માનસિક ત્રાસનો સામનો કરવા ઉપરાંત, તાજેતરમાં થિયેટર કર્મચારીઓના બાકી નાણાંના કેસમાં ત્ જાહેર થવા જેવા આર્થિક તેમજ કાયદાકીય આઘાતો પણ સહ્યા છે. એક સમયની સુપરસ્ટારનું જીવન ગ્લેમરની પાછળ ઊંડા દુખ અને વણઉકેલ્યા રહસ્યોથી ભરેલું રહ્યું છે.

રાજકીય સફરની શરૂઆત

ફિલ્મો બાદ જયા પ્રદાએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. તેમણે અલગ-અલગ પક્ષો સાથે કામ કર્યું અને ચૂંટણી પણ લડી. તેમની રાજકીય સફર પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. જયા પ્રદાનું નામ ઘણી વખત વિવાદોમાં પણ આવ્યું, ખાસ કરીને રાજકારણના સમયે. કેટલાક નેતાઓ સાથેની તેમની ચર્ચાએ ઘણી હેડલાઈન્સ મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમણે પોતાની કારકિર્દી અને ઓળખ જાળવી રાખી.

આ પણ વાંચો- ધુરંધર 2થી એનિમલ સુધી, 3 કલાકથી વધુ લાંબી હોવા છતાં સુપરહિટ રહી આ ફિલ્મો!



Source link

Exit mobile version