અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક | ahmedabad shyamal shangrila 2 building fire gym rescue vehicles burnt & more related news here

અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક | ahmedabad shyamal shangrila 2 building fire gym rescue vehicles burnt

 & more related news here


Ahmedabad Shyamal Fire News: અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

જિમમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

આ ઘટના સquin લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

પાર્કિંગ અને દુકાનોમાં ભારે નુકસાન

આગની જ્વાળાઓ બિલ્ડિંગના નીચેના ભાગ સુધી પ્રસરી જતાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. માત્ર વાહનો જ નહીં, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનોમાં રાખેલો માલ-સામાન બળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ATMમાં રહેલી રોકડ બળીને ખાક

આદુર્ઘટનામાં બિલ્ડિંગમાં આવેલું એક ATM પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. કે રૂપિયાની રોકડ રકમ પણ બળીને ખાક થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *