Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં ક ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી & more related news here

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં ક ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

 & more related news here


Show quick read

Key points generated by AI, verified by the newsroom

  • રાજ્યમાં 15 જુલાઈ સુધી હળવાથી વરસાદની શક્યતા.
  • 14-17 સારો વરસાદ.
  • ઓગસ્ટમાં વધુ વરસાદ, સપ્ટેમ્બરમાં ગરમી.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શઆ છે. જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ઓછી છે. જોકે, 14 min 17 min નવી સિસ્ટમ સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસી શકે છે.

14

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વરાપ નીકળવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના આ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જુલાઈના અંતિમ સપ્તાહ માટે પણ મહત્વની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક ચક્ર સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહી ઉપરાંત તેમણે આગામી મહિનાઓ અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલ નીનોની અસર જોવા મળી શકે છે. 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં પ્રમાણ વધવાની અને આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે.

હાલમાં હવામાનની સ્થિતિને જોતા આગામી થોડા દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળવાની સંભાવના છે. જોકે, જુલાઈ મધ્યથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, 9થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ-બે સ્થળોથી લઈને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન એકથી બે વખત હળવા ઝાપટાં અથવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે ચાલુ સીઝનના વરસાદી આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સરેરાશ વરસાદમાં 9 ટકાની ઘટ જોવા મળી રહી છે.

આ પણ વાંચો

વધુ વાંચો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *